પોસ્ટ્સ

ઑગસ્ટ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.

છબી
  રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.  ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે, તો ચાલો આજે જાણીયે માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ. રાંદલ માતાજીને રન્નાદે-સંજ્ઞાદેવી-રાણલદે-રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્‍ની અને યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઇ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્‍છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતી સૂર્યને પોતાની ઇચ્‍છા – હઠ ત્‍યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઇપણ દેવ કન્‍યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતી રાંદલની માતા

શિવાજીનું હાલરડું

છબી
આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે દી થી, ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને …. પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ કાલે કાળા જુધ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને …. ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને …. પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર કાયા તારી લોહીમાં ના’શે ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને …. ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ તે દી તો હાથ રે’વાની રાતી બંબોળ ભવાની …. શિવાજીને …. લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને …. આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ, તે દી તારા મોઢડા માથે ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને …. આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર, તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને …. આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ તે દી તાર